VIDEO: ભાવનગગરમાં બે વ્યક્તિની તબિયત લથડ્યાં બાદ ખાદ્યતેલની તપાસ
સોર્સ : gstv
ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં સન પ્રાઈમ સનફ્લાવર તેલના વપરાશથી પરિવારના બે સભ્યોની તબિયત લથડતા ખળભળાટ મચી ગયો છે. અંજુમભાઈ શેખે આ તેલ વાપર્યા બાદ ગંભીર આડઅસર થતા ૧૧૨ પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરતા મનપાની ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન વિક્રેતાની દુકાનેથી ખુલ્લા તેલનું પેકિંગ થતું હોવાનું અને અલગ-અલગ કંપનીના સ્ટીકરો-સીલ મળી આવ્યા હોવાનો દાવો કરાયો છે. જોકે, આરોગ્ય વિભાગે માત્ર ફરિયાદવાળા ડબ્બામાંથી જ સેમ્પલ લીધા છે. તેલમાં ખરેખર ભેળસેળ છે કે કેમ તે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

