VIDEO: દિપડાના હુમલામાં બાળકનું મોત
સોર્સ : gstv
મહુવા અને રાજુલા પંથકમાં વન્ય જીવોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે મહુવાના બાંભણીયા ગામે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા પ્રકાશભાઈ ગોડલીયાના ૧૦ વર્ષના એકના એક પુત્ર પર સાંજના સમયે દીપડાએ હુમલો કર્યો હતો. બાળક ઘરેથી ગામ તરફ આવેલી વાડીએ જઈ રહ્યો હતો ત્યારે દીપડો તેને ઉપાડી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ આદરતા માસૂમ બાળક લોહીલુહાણ અને ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતદેહને પીએમ અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખસેડાતાં હોસ્પિટલ ખાતે સ્થાનિકોના ટોળેટોળાં ઉમટ્યા છે અને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

