Bhavnagar / ઘોઘાના લાખણકા ગામે નાળા પરથી થ્રેશર મશીન નીચે પડતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત

Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે નાળા પરથી થ્રેશર મશીન નીચે પડતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત થયાની ઘટના ઘટી છે.
બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના લાખણકા ગામે વાળુકડ તરફ જવાના રોડ પર ઘઉં કટીંગ કરવાનું મશીન લઈ અને ત્રણ મજૂરો જઈ રહ્યા હતા તે સમયે કોઈ અગમ્ય કારણસર ચાલકે કાબૂ ગુમાવતા ઘઉં કટીંગનું મશીન નાળા પરથી નીચે ખાબક્યું હતું. જેને લઇ તેમાં રહેલા ત્રણ મજૂરો તેની નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા. ત્રણેય મજૂરો પરપ્રાંતિય હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી.

