BHAVNAGAR / તળાજા તાલુકાના મણાર ગામે નદીમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિઓના મોત

BHAVNAGAR NEWS : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસેથી પસાર થતી નદીમાં આજે 25 માર્ચે અકસ્માતે ત્રણ વ્યક્તિઓના ડૂબી જતાં મોત થયા હોવાના બનાવને લઈને સમગ્ર તાલુકામાં સકચાર મચી જવા પામી છે.
આ બનાવવામાં રવિભાઈ તુલસીભાઈ કુડેશા ઉંમર વર્ષ 20 તથા રવિભાઈ ધરમસીભાઈ મકવાણા ઉંમર વર્ષ 27 તેમજ મુકેશભાઈ બાબુભાઈ મકવાણા ઉંમર વર્ષ 40 આ ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બનાવના પગલે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઇ સોલંકી તેમજ ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ડૂબી જવાના બનાવને લઈને ઘટના સ્થળે સ્થાનિક પોલીસ તેમજ ફાયર ફાઈટર વિભાગ સહિતનું સરકારી તંત્ર પણ પહોંચી ગયું હતું. આ બનાવના પગલે શોક સવાયો હતો હાલમાં ત્રણેય મૃતકોના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે 108 મારફતે લાવવામાં આવ્યા છે.

