Bhavnagar News: મેયરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, જાણો શું છે કારણ

સોર્સ : gstv
ભાવનગરના મેયરે આત્મવિલોપનની ચીમકી છે. મળતા અહેવાલ પ્રમાણે ભાજપનો આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના મેયરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ગાંધીનગર સુધી હડકંપ મચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં મેસેજ વાયરલ કરીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે.
સોશિયલ મીડિયા ગ્રુપમાં મેયરે બળાપો કાઢ્યો
તો બીજી તરફ સોશિયલ મીડિયા ગ્રુપમાં મેયરે બળાપો કાઢ્યો છે. મેસેજમાં તેમણે લખ્યું કે મારી સાથે અન્યાય થી રહ્યો છે અને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મેયર દ્વારા ભાજપના જ ગ્રુપમાં મેસેજ મુક્યા બાદ થોડાક જ સમયમાં ગ્રુપ એડમીને તમામ મેસેજ ડિલિટ કર્યા હતા. આજે જ ભાવનગરના ભાજપના પ્રભારી ભાવનગરની મુલાકાતે આવવાના છે, ત્યારે જ ભાવનગર ભાજપનો આંતરીક વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે.

