VIDEO: પાલીતાણાના હસ્તગીરીના ડુંગર પર ફાટી નીકળી ભયાનક આગ
પાલીતાણાના હસ્તગીરીના ડુંગર પર ભયાનક આગ ફાટી નીકળી છે. આ ડુંગર પર જૈન દેરાસરો અને હિન્દુ મંદિરો આવેલા છે, તેમજ સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની
આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની રહી છે. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, અને તેનાથી ધાર્મિક સ્થળો તેમજ વન્યજીવોને થતા સંભવિત નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર અને વન વિભાગની ટીમો આગને નિયંત્રણમાં લેવા સતત પ્રયાસ કરી રહી છે.
વન વિભાગે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, હસ્તગીરી ડુંગર પર અનેક વન્યજીવો વસવાટ કરે છે. એવામાં આ પ્રાણીઓને લઈને વન વિભાગની ચિંતા વધી છે. જોકે, હજું સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. વન વિભાગ દ્વારા કોઈ પશુને આગના કારણે નુકસાન થયું છે કે કેમ તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું.

