Bhavnagr news: સિહોરના ઘાંઘળી ગામે મકાન ધરાશાયી, કાટમાળમાં દબાતા મહિલાનું મોત

સોર્સ : gstv
રાજ્યના ભાવનગરના સિહોરના ઘાંઘળીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સિહોરના ઘાંઘળી ગામે મકાન ધરાશાયી થતાં મહિલાનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
મકાનના કાટમાળમાં દટાઈ જતા મહિલાનું મોત
મકાનના કાટમાળમાં દટાઈ જતા મહિલાનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ક્ષતિગ્રસ્ત મકાનને જમીનદોસ્ત કરી દીધું હતું. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

