VIDEO: ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી: ડીજેના તાલે ઉમટ્યું યુવાનોનું માનવ મહેરામણ!
સોર્સ : gstv
ભરૂચ શહેરમાં ૯મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઈદગાહ વિસ્તાર ખાતે એકત્ર થઈને ડીજેના તાલે નાચતા-ગાતા વિશાળ રેલી સ્વરૂપે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા. સમગ્ર રેલી દરમિયાન એક તીર, એક કમાન આદિવાસી એક સમાન જેવા ગગનભેદી નારાઓથી ભરૂચનું વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આ ઉજવણીમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અનોખી એકતાની સુંદર ઝલક જોવા મળી હતી. આદિવાસી અગ્રણી મુકેશ વસાવા સહિતના અગ્રણીઓએ રેલીમાં જોડાઈને સમાજના યુવાનો પ્રોત્સાહિત કર્યા હતા અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનો અનોખો સંદેશ આપ્યો હતો.

