VIDEO: વિદ્યાના મંદિરમાં અસામાજિક તત્વોનો અડ્ડો, નગરપાલિકા સંચાલિત શાળાના પરિસરમાંથી દારૂની બોટલો મળતા ચકચાર
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં નગરપાલિકા સંચાલિત એસ.એન.આઈ. ડાઈસી હાઇસ્કૂલના પરિસરમાંથી બીયર અને ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ શાળામાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, ત્યારે વિદ્યાના મંદિર ગણાતી જગ્યાએ જ દારૂની ખાલી બોટલો મળી આવતા શાળામાં અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે મહેફિલો યોજાતી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. શાળાના ગેટને રાત્રે તાળું મારવામાં આવે તેવી શિક્ષકોની માંગણી છતાં વ્યવસ્થા ન કરાતા અસામાજિક તત્વોનો પ્રવેશ વધ્યો હોવાની ચર્ચા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે સઘન તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

