VIDEO: અંકલેશ્વરના કારબામાં ડીઝલ પુરવઠા પર પ્રતિબંધને કારણે 1200થી વધુ ઉદ્યોગો પડ્યો ફટકો
સોર્સ : gstv
પેટ્રોલ-ડીઝલની અછતે એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને મોટો ઝાટકો લાગ્યો છે. કારબામાં ડીઝલ પુરવઠા પર પ્રતિબંધને કારણે 1200થી વધુ ઉદ્યોગો, ખાસ કરીને કેમિકલ એકમોની 24 કલાકની ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. ડીજી સેટ માટે ડીઝલ ન મળતા અનેક ઉદ્યોગોએ ઉત્પાદન મર્યાદિત કરવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે કાળા બજાર વધ્યું છે અને પેટ્રોલ પંપો પર મર્યાદિત જથ્થો જ આપવામાં આવે છે. તંત્ર સમક્ષ ઉદ્યોગોને ડીઝલ પુરવઠો આપવાની માંગ વધી છે.

