VIDEO:અંકલેશ્વરઃ જીઆઇડીસીમાં શારદા સિન્થેટિક કંપનીમાં ભીષણ આગ, મોટી જાનહાનિ ટળી
સોર્સ : GSTV
ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં સિન્થેટિક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણિ શકાયુ નથી...

