VIDEO/ અંકલેશ્વર: ભડકોદરા ડમ્પિંગ સાઈટમાં ફરી ભીષણ આગ, બે મહિનામાં 5મી વખત લાગેલી આગથી તંત્ર સામે સવાલો
સોર્સ : GSTV
ભરૂચના અંકલેશ્વરના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઈટમાં ફરી આગ લાગતી હતી..જેથી સમગ્ર પંથકમા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે મહિનામાં આ પાંચમી વખત આગના બનાવથી વહીવટી તંત્ર સામે સવાલ ઉઠ્યા છે... સ્ક્રેપ માર્કેટના અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવીને પુરાવા નાશ કરવા તેને સળગાવવામાં આવતા હોવાનો ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે... વારંવાર બનતી આ ઘટનાઓ માત્ર અકસ્માત છે કે કોઈ મોટું કૌભાંડ, તે ચર્ચાનો વિષય બન્યુ છે..

