વડનગરથી વારાણસી: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચથી યુવા બાઇક યાત્રાનું પ્રસ્થાન
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વડનગરથી વારાણસી જનારી યુવા બાઇક યાત્રાને જિલ્લા ભાજપ કાર્યાલયથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી પરેશ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહિલા આગેવાનોએ યુવા બાઇક યાત્રીઓને કુમકુમ તિલક કરી, હાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવીને સફળ યાત્રા માટે આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ ભારત માતા કી જયના પ્રચંડ જયઘોષ સાથે ઉત્સાહી યુવા બાઇક યાત્રીઓ વારાણસી જવા માટે રવાના થયા હતા.

