VIDEO: સારોદ ગૌહત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા
સોર્સ : gstv
જંબુસર તાલુકાના સારોદ ગામે ગૌહત્યા અને ગૌમાંસ મળી આવવાના કેસમાં વેડચ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સોયબ ઇસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મહમદ બાપુને ઝડપી લેવાતા કેસમાં કુલ ધરપકડનો આંક સાત પર પહોંચ્યો છે. અગાઉ ચાર આરોપીઓ ઝડપાયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ડોડિયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કેસની વધુ તપાસ ચાલુ છે.

