VIDEO: અંકલેશ્વરમાં ભારે વરસાદ બાદ રાજપીપલા ચોકડી પર ખાડાનું સામ્રાજ્ય
સોર્સ : gstv
ભરૂચના અંકલેશ્વરમાં અતિભારે વરસાદ બાદ રાજપીપલા ચોકડી તરફ જતા માર્ગ પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે.. નાનામોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે..પેટ્રોલપંપ સામે પડેલા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય પણ તોળાઈ રહ્યો છે. આ વ્યસ્ત માર્ગ પર રાત્રિના સમયે સ્થિતિ વધુ વિકટ બને છે, છતાં જવાબદાર તંત્ર કોઈ જીવલેણ અકસ્માતની રાહ જોતું હોય તેમ નિષ્ક્રિય બન્યું છે. હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે વહેલી તકે આ ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકોની પ્રબળ માંગ ઉઠી છે.

