VIDEO: કાવેરી ખાડીના કહેરથી ખેડૂતોની અનેક વીઘા જમીન ધોવાઈ
સોર્સ : gstv
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાં કાવેરી ખાડીના પાણીથી મોટાપાયે જમીન ધોવાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કાવેરી ખાડી બંને કાંઠે વહેતા 15થી 20 વીઘા જેટલી ખેતીની જમીન ઉભા પાક સાથે એક જ દિવસમાં ધોવાઈ ગઈ હતી. છેલ્લા 20 વર્ષમાં રાણીપુરા વિસ્તારમાં 200 વીઘાથી વધુ જમીન ખાડીના પ્રવાહમાં ધોવાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગત વર્ષે ધારાસભ્ય રિતેશ વસાવાએ સ્થળ મુલાકાત લઈ વળતર માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ હજુ સુધી ખેડૂતોને કોઈ સહાય મળી નથી. ખેડૂતો દ્વારા જમીન ધોવાણ શાખામાં કાર્યવાહી કરવા છતાં વળતર ન મળતા રોષ જોવા મળી રહ્યો છે.

