Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Major action of the system after the collision, the pressures on the government land were removed

VIDEO: અથડામણ બાદ તંત્રની મોટી કાર્યવાહી, સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાંસોટમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણ બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ઉભા કરાયેલા કથિત ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. હાંસોટ સર્કલ નજીક સરકારી જમીન પર ઉભી કરાયેલી કેબિનોને પોલીસ અને તંત્રની હાજરીમાં હટાવવામાં આવી હતી. અથડામણના આરોપી અબ્દુલ કાદિર કાનૂગા અને ઇદ્રિશ ખ્વાજાના કથિત દબાણો પણ દૂર કરાયા હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર નયન વસાવા, મામલતદાર રણજીત મકવાણા સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

App Store