VIDEO: જંબુસર: એક જ રાતમાં ત્રણ સ્થળોએ તસ્કરોનો આતંક
સોર્સ : gstv
જંબુસર નગરમાં એક જ રાતમાં બે મંદિરો અને એક કબ્રસ્તાન મળી કુલ ત્રણ સ્થળોએ ચોરી થતાં ચકચાર મચી છે. છેલ્લા એક મહિનામાં અંદાજે ૮ મંદિરોમાં ચોરીની ઘટનાઓ બની હોવાનો દાવો કરાયો છે. નજીકમાં જ પોલીસ પોઇન્ટ હોવા છતાં ચોરી થતાં પોલીસ કામગીરી પર સવાલો ઊઠ્યા છે. સીસીટીવીમાં શંકાસ્પદ શખ્સ કેદ થયો છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી રોષે ભરાયેલા સ્થાનિકોએ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવી તસ્કરોને સત્વરે ઝડપી પાડવાની માગ કરી છે.

