Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Jambusar Taluka Congress President accused of brutally beating up elderly woman

Bharuch news: જંબુસર તાલુકા કોંગી પ્રમુખે વૃદ્ધાને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાનો આરોપ, આ મામલે ચાલતી હતી માથાકૂટ

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Bharuch news: જંબુસર તાલુકા કોંગી પ્રમુખે વૃદ્ધાને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાનો આરોપ, આ મામલે ચાલતી હતી માથાકૂટ
સોર્સ : AI

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઔરંગપુર ટીંબીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા પર જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. 

App Store

પેટના ભાગે તથા લાફો મારી ઈજાઓ પહોંચાડી

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઔરંગપુર ટીંબીમાં રહેતા કપિલાબેન હિંમતભાઈ ઠાકોર અને જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રની વચ્ચે રોડના કામને લઈ ટેલિફોનિક બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે.બોલાચાલી બાદ કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રણા ઔરંગપુર ટીંબી ખાતે પહોંચ્યા હતા અને કપિલાબેન સાથે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં કપિલાબેન ઠાકોરને પેટના ભાગે તથા લાફો મારી ઈજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ ઇજાગ્રસ્ત કપિલાબેનને તાત્કાલિક જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાતાં સીટી સ્કેન માટે તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર મામલે કપિલાબેન હિંમતભાઈ ઠાકોર દ્વારા કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.