Bharuch news: નવી પાર્ટી બનાવવા મુદ્દે ફૈઝલ પટેલનું મોટું નિવેદન, ચૂંટણીમાં ટિકિટ ન મળવાને લીધે હતા નારાજ

કોંગ્રેસમાંથી વિભાજન કરી નવી પાર્ટી બનાવવાની સોશિયલ મીડિયાની પોસ્ટ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આ મુદ્દે હવે વિચાર માંડી વાળ્યો હોવાનું કહ્યું છે. જો કે તેઓએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવા બાબતે પણ તેમના કાર્યકરો નિરાશ થયા હતા.
ટિકિટ ન મળવા બાબતે પણ કાર્યકરો નિરાશ થયા હતા
પ્રાપ્ત માહિતી મુજબ ફૈઝલ પટેલે નવી પાર્ટી બનાવવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે આજે આ મુદ્દે તેઓએ પીછેહઠ કરી છે અને કહ્યું કે કાર્યકરોની ઇચ્છા હતી તેથી માત્ર ઓપિનિયન મેળવવા આ કર્યું હતું. જેમાં સમર્થન પણ ખૂબ મળ્યું છે પણ હવે તે માટેનો વિચાર નથી અને કોંગ્રેસ હાઈકમાન્ડ જે જવાબદારી આપે તે સ્વીકારવાની પણ વાત કહી છે. આ માટે તેમની બહેન મુમતાઝ પટેલ જવાબદાર નથી પણ પોતે જ આ નિર્ણય કર્યો હોવાનું પણ ફૈઝલ પટેલે કહ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવા બાબતે પણ તેમના કાર્યકરો નિરાશ થયા હતા તેમ પણ તેઓએ કહ્યું હતું.

