Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : bus overturns in rainy kans, 15 students injured

ભરૂચથી જંબુસર જઈ રહેલી બસ ખાબકી વરસાદી કાંસમાં, 15 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં ચીસાચીસ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2024
લાઇવ ટીવીGoogle News
ભરૂચથી જંબુસર જઈ રહેલી બસ ખાબકી વરસાદી કાંસમાં, 15 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં ચીસાચીસ

ભરૂચના કારેલીથી વિદ્યાર્થીઓને જંબુસર લઈ જઈ રહેલી બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 15થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવા માટે જંબુસરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

App Store

સ્થાનિકો આવ્યા મદદે

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી. આ બસમાં મુસાફરો તથા વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ બસ અકસ્માતમાં 15થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. એસટી બસને અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને પહોંચી ઈજા

જો કે સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘાયલ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ હૉસ્પિટલ પહોંચી ગઈ છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.