Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Bridge built at a cost of ₹66 crore inaugurated in Amod.

VIDEO: આમોદમાં 66 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું કરાયું લોકાર્પણ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના આમોદ તાલુકામાં ડોલિયા અને દેણવા ગામને જોડતા ઢાઢર નદી પર બની રહેલા હાઈ લેવલ બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. રૂ.66 કરોડના ખર્ચે બની રહેલા આ આશરે 720 મીટર લાંબા બ્રિજથી સ્થાનિક વાહનચાલકો અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળવાની આશા છે. પ્રોજેક્ટ હેઠળ ડોલિયા તરફ 7 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર લાંબા એપ્રોચ રોડનું કામ પણ કરવામાં આવ્યું છે. પૂર અને નદીના વહેણને કારણે બ્રિજના એપ્રોચ રોડના ધોવાણને ધ્યાનમાં રાખીને પ્રોટેક્શન વર્ક પણ હાથ ધરાયું છે. ધારાસભ્યની રજૂઆત બાદ હાલ બ્રિજને ટુ-વ્હીલર અને લાઇટ ફોર-વ્હીલર માટે ખુલ્લો મુકાતા અનેક ગામોના લોકોને આવન-જાવનમાં મોટી રાહત મળશે.

App Store