ભરૂચ: જંબુસરમાં આચાર્યએ શિક્ષકને લાફા ઝીંક્યા અને પગ ખેંચીને જમીન પર પછાડીને લાતો મારી, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે.જેમાં જંબુસરની શાળામાં આચાર્યએ શિક્ષકને મિટિંગ દરમ્યાન ઉશ્કેરાઈને માર માર્યો હોવાની ઘટના બની હતી.જેમાં આચાર્યને ફરજ મોકૂફ કર્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આચાર્ય હિતેન્દ્ર સિંહ ઠાકોર અને શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે બાળકોને ભણવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આચર્ય આવેશમાં આવીને શિક્ષકને લાફા ઝીંકે છે
જેમાં આચાર્યએ શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યું કે શિક્ષક તેઓના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ નથી કરતા. આ ઉગ્ર બોલાચાલીએ વરવુ સ્વરૂપ સામે આવ્યું હતું. જેમાં આચર્ય તેમની ખુરશી પરથી અચાનક ઉભા થઈ જાય છે, અને ગુસ્સામાં રાજેન્દ્રસિંહ પરમાર તરફ જાય છે અને એક પછી એક લાફા ઝીંકી દે છે.
આચાર્ય ગુસ્સામાં શિક્ષકને પગ ખેંચીને નીચે પછાડે છે અને મારે છે માર
ત્યાર બાદ ફરીથી તેઓ પોતાની જગ્યાએ બેસી જાય છે. ફરીથી વિદ્યાર્થીઓના ભણાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થાય છે. આચાર્ય ફરીથી આવેશમાં આવીને શિક્ષકને પગથી ખેંચીને જમીન પર પાડીને ઢીકા પાટું માર મારે છે. સમગ્ર મામલાનો વિડિયો વાયરલ થાય છે. આ વિડિયો વાયરલ થયા બાદ ટ્રસ્ટી મંડળે આચાર્યને ટ્રસ્ટી મંડળે ફરજ પરથી મોકૂફ કર્યા છે. આ મામસે શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

