VIDEO: ભરૂચ / આકરા ઉનાળા વચ્ચે લીંબુના ભાવમાં તેજી, 170થી 200 રૂ. પ્રતિ કિલો સુધી પહોંચ્યો ભાવ
સોર્સ : gstv
ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે લીંબુના ભાવમાં સોનાની જેમ તેજી જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારાનો બોજો પડ્યો છે. હાલ બજારમાં લીંબુના ભાવ રૂપિયા 170થી 200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે થોડા સમય પહેલાં તે 70થી 80 રૂપિયામાં મળતા હતા. વેપારીઓ મુજબ ઉનાળામાં લીંબુની માંગ વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે. લીંબુ પાણી અને શરબત માટે વધતા વપરાશથી માંગ વધી છે.

