VIDEO: Ankleshwar વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશને GPCB સામે મોરચો માંડ્યો, આવતીકાલથી ગાંધીનગર ખાતે કરશે ઉપવાસ
સોર્સ : gstv
અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે મોરચો માંડવામાં આવ્યો છે. CETP પ્રોજેક્ટની મંજૂરીમાં એક વર્ષથી થઈ રહેલા વિલંબના વિરોધમાં આવતીકાલથી ગાંધીનગરના પર્યાવરણ ભવન ખાતે અનિશ્ચિતકાળના ઉપવાસ શરૂ કરવામાં આવશે. એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીના જણાવ્યા મુજબ, કરોડોના ખર્ચે તૈયાર આધુનિક પ્રોજેક્ટ CCA મંજૂરીના અભાવે અટવાયો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા વિલંબ કરવામાં આવતા ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ છે.

