Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Accused of beating a Class-II student with a pipe in a school in Ikhr village

VIDEO: ઇખર ગામની શાળામાં ધોરણ-2ના વિદ્યાર્થીને પાઇપથી માર માર્યાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામની કુમાર પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાના પરિવાર તરફથી ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, હસનૈન રિઝવાન દીવાન નામના વિદ્યાર્થીને મુબારક નામના શિક્ષકે કથિત રીતે પાઇપ વડે માર માર્યો હતો. પરિવારનો વધુમાં આક્ષેપ છે કે વિદ્યાર્થી સાથે અગાઉ પણ મારપીટ કરવામાં આવી હતી. ઘટનાને પગલે વાલીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. બાળકોની સુરક્ષા અને શાળામાં શિક્ષકોના વર્તન અંગે પણ સવાલો ઉઠ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News