VIDEO: અંકલેશ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ અને લોનના નામે દંપતી સાથે ૧૯ લાખની છેતરપિંડી: મહિલા આરોપી ઝડપાઈ
સોર્સ : gstv
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક સંસ્કાર બંગ્લોઝમાં રહેતા દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટ અને લોન અપાવવાની લાલચ આપી ૧૯ લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. વિધિ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા દંપતીને ગ્રીન માઈન્ડ કન્સલ્ટના સંચાલકોએ લોનની રકમ ભારત સરકારની યોજનાઓમાં રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની અને હપ્તા ભરવાની લાલચ આપી હતી….વિશ્વાસમાં લઈને નાણાં પડાવ્યા બાદ કોઈ નફો ન આપતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અગાઉ આરોપી પતિ ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી, અને હવે તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

