દક્ષિણ આફ્રિકામાં ભરૂચના યુવાનની ગોળી મારીને હત્યા, નિગ્રોએ લૂંટના ઇરાદે કર્યો હુમલો

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં ભરૂચના એક યુવાન પર નિગ્રોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો અને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ જંબુસર તાલુકાના સારોદ ગામમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચના યુવાન પર આફ્રિકામાં હુમલો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અજજી મુન્શી પર દક્ષિણ આફ્રિકામાં નિગ્રોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. સાહિલ નોકરી પરથી કાર લઇને પરત ફરતો હતો ત્યારે લૂંટના ઇરાદે રસ્તામાં નિગ્રોએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગોળી લાગતા સાહિત મુન્શીનું નિધન થયું હતું.
સાહિલ જ્યારે નોકરી પરથી ઘરે પરત જતો હતો આ દરમિયાન નિગ્રો જાતિના લોકોએ રસ્તામાં લૂંટના ઇરાદે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ગોળી મારીને શરીરના ભાગે ઇજા પહોચાડી હતી. સાહિલે હિંમત રાખીને પોતાની ગાડી દોડાવી હતી અને નિગ્રોએ ગાડી ઉપર છથી સાત ગોળી મારતા સાહિલને ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું.
દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો
દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. આફ્રિકામાં ગુજરાતના ખાસ કરીને ભરૂચ જિલ્લાના અનેક લોકો નોકરી-ધંધો કરે છે. નિગ્રો દ્વારા અવાર નવાર લૂંટના ઇરાદે ગુજરાતીઓ પર હુમલા કરવામાં આવે છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

