Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Violent fight between SMC team and container driver in Deesa

VIDEO: ડીસામાં SMCની ટીમ અને કન્ટેનર ચાલક વચ્ચે હિંસક મારામારીની ઘટના, મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ગામ પાસે હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ અને એક કન્ટેનર ચાલક વચ્ચે હિંસક મારામારી થવાની ઘટના સામે આવી છે. આ ઘર્ષણમાં બે પોલીસ કર્મીઓ, એક મહિલા પોલીસ કર્મી અને કન્ટેનરનો ડ્રાઈવર ઘાયલ થયા છે, જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દારૂની આશંકાએ રોકવામાં આવેલા આ કન્ટેનરમાંથી તપાસ દરમિયાન દારૂના બદલે કેમિકલ અને પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. આ વિચિત્ર ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં અફવાઓનું બજાર ગરમ થયું છે, પરંતુ મોડી રાત સુધી આ મામલે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી.

App Store