VIDEO: અંબાજીમાં પહેલગામ હુમલાનો ઉગ્ર વિરોધ, વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં શક્તિપીઠ અંબાજીના વેપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે. આ હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. વેપારીઓએ રસ્તાઓ પર પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર લગાવ્યા છે.આતંકીઓએ ધર્મના આધારે કરેલા હુમલાનો દેશભરમાં સખત વિરોધ થઈ રહ્યો છે.
સરકાર અને વિપક્ષ બંને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ
સરકાર અને વિપક્ષ બંને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દેશભરના વેપારીઓ પણ આતંકીઓને કડક સજા થાય તે માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અંબાજી, ગબ્બર અને કોટેશ્વર સહિતના તમામ બજારો આજે સંપૂર્ણપણે બંધ છે. જો કે, યાત્રાળુઓની સુવિધા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખુલ્લું રાખવામાં આવ્યું છે. વેપારીઓની માંગ છે કે આતંકીઓને કડક સજા મળે અને દેશમાં શાંતિ સ્થપાય, આ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.

