VIDEO: AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર હુમલાના પડઘા બનાસકાંઠાના ડીસામાં પડ્યા
VIDEO: જૂનાગઢ જિલ્લાના વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જામનગર શહેરમાં ગત શુક્રવારે એક જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું અને તેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. જે અંગેના વિરોધના સૂર બનાસકાંઠામાં ઉઠયા છે. ડીસા શહેરના બગીચા સર્કલ પાસે આપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા વિરોધ ઠાલવ્યો હતો. આપ દ્વારા ગોપાલ ઈટાલિયા પર હુમલો જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર્તા સામે કડક પગલાં લેવાની આપના કાર્યકરોએ માંગણી ઉઠાવી હતી. આગામી સમયમાં આખા ગુજરાતમાં વિરોધ નોંધાવવાની મક્કમતા પણ વ્યક્ત કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક એવા ડીસા શહેરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના અંગે વિરોધ ઉઠયો હતો. જેમાં બગીચા સર્કલ પાસે આપના નેતાઓ, કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. આપના કાર્યકરોએ અત્યાચારો બંધ કરો, હુમલાઓ બંધ કરોના બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. આગામી સમયમાં હુમલા અંગે વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી.

