Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Two trailers overturn near Ambaji; one driver killed, three injured

Video: અંબાજી નજીક બે ટ્રેલર પલટ્યા; એક ડ્રાઈવરનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અંબાજીથી દાંતા જતા માર્ગ ઉપર ઘાટીમાં એક ગોજારો અકસ્માત થયો છે, જેમાં એક ટ્રેલરના ડ્રાઈવરનું મોત નીપજ્યું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે અંબાજીથી દાંતા જતા માર્ગ નજીક ત્રિશુલિયાઘાટી પર એક બાદ એક એમ સળિયા ભરીને જતા બે ટ્રેલર પલ્ટી મારતા તેમાં સવાર એક ડ્રાઈવરનું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. દાંતા મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.  આ અકસ્માતમાં એક પોલીસની ગાડીને પણ નુકશાન થયું હતું. ટ્રેલરમાંથી ફસાયેલા ડ્રાઇવરની લાશને ચાર કલાકની જહેમત બાદ બહાર નીકળી હતી. અકસ્માત ઝોન કહેવાતી આ ઘાટીમાં વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે.