Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Two members of Malana Gram Panchayat caught taking bribe of Rs 2,00,000

મલાણા ગ્રામ પંચાયતના બે સદસ્ય 2,00,000 ની લાંચ લેતા ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2025
લાઇવ ટીવીGoogle News
મલાણા ગ્રામ પંચાયતના બે સદસ્ય 2,00,000 ની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠાના મલાણા ગ્રામ પંચાયતના બે સદસ્ય સહિત ચાર લોકો રૂપિયા 2,00,000 ની લાંચ લેતા ઝડપાયા છે. આ કેસમાં ફરિયાદીના માતા સરપંચ છે અને તેમના પર અવિશ્વાસની દરખાસ્ત થયેલી છે. જે દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે પંચાયતના બે સભ્યો તથા તેમના પતિ સાથે મળી ફરીયાદી પાસે રૂપિયા બે લાખની લાચની માંગણી કરવામાં આવી હતી.

App Store

જેમાં મલાણા ગ્રામ પંચાયતના સભ્ય જામાબેન એમ.મકવાણા, સભ્ય નયનાબેન આર.પ્રજાપતિ, જામાબેનના પતિ મુકેશ મકવાણા અને નયનાબેનના પતિ રમેશ આર.પ્રજાપતિનો સમાવેશ થાય છે. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો.

લાંચ લેતા પકડાયેલ આરોપી:

૧) જામાબેન મુકેશભાઈ મકવાણા, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત

૨) મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા, સભ્યના પતિ, મલાણા

૩) નયનાબેન રમેશભાઈ પ્રજાપતિ, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત

૪) રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિ, સભ્યના પતિ, મલાણા

ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મકેશ મકવાણા તથા રમેશ પ્રજાપતિએ ફરિયાદી સાથે પાલનપુર આબુ હાઈવે હોટેસલ સહારા ખાતે વાતચીત કરી રૂ. 2,00,000 લાંચની રકમ સ્વીકારી પકડાઈ ગયા હતા.