Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Tension after Chaudhary Samaj's Mahasammelan in Bhabhar, highway blocked

VIDEO: ભાભરમાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ રુણી ગામે તંગદિલી, 25 ગાડીઓમાં તોડફોડ, હાઈવે કરાયો બ્લોક

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 બનાસકાંઠાના ભાભર તાલુકાના રુણી ગામે યોજાયેલા ચૌધરી સમાજના મહાસંમેલન બાદ વાતાવરણ તંગ બન્યું છે. સમાજની દીકરીને પરત લાવવાના મુદ્દે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સંમેલન બાદ ટોળું ઓગડના રુણી ગામ પહોંચતાં જ બબાલ મચી હતી અને ગાડીઓમાં તોડફોડ સાથે હાઈવે બ્લોક કરવાની ઘટના સામે આવી છે.

App Store

 રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ ભાભરના રુણી ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો સમાજની દીકરીને પરત લાવવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યાં બે સમાજના લોકો સામસામે આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ અનેક ગાડીઓમાં તોડફોડ કરી અને વાહનોના કાચ તોડી નાખ્યા હતા.

મળતી માહિતી મુજબ 20 થી 25 જેટલી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા. આ દરમિયાન લોકો દ્વારા થરા-ભાભર હાઈવે પણ બ્લોક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરવા પ્રયાસો હાથ ધરાયા હતા.

આ મામલે 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં રબારી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને દીકરીને પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો પાંચ દિવસમાં દીકરી પરત નહીં આવે તો આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ પહેલા ઉણ ગામના મહાદેવ રબારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને એક સંતાન પણ છે. કંકુ ચૌધરીએ ગઇકાલે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે તેમના પરિવારને તોડવામાં ન આવે.