Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Second in the state with 90.19% result in Class 10

VIDEO: Banaskantha / ધોરણ-10માં 90.19% પરિણામ સાથે રાજ્યભરમાં બીજા સ્થાને, 1881 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે મેળવી ઝળહળતી સફળતા

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-10નું ઝળહળતું પરિણામ જાહેર થયું છે, જેમાં જિલ્લાએ 90.19 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત કરીને વિજયકૂચ જારી રાખી છે. આ વર્ષે કુલ 43,147 વિદ્યાર્થીઓમાંથી 38,913 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે, જેમાં 1881 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5419 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જિલ્લાની 165 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી રાજ્યમાં સૌથી વધુ શાળાઓનું શ્રેષ્ઠ પરિણામ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં જસરા કેન્દ્ર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ પરિણામમાં નોંધપાત્ર વધારો જોવા મળતા સમગ્ર બનાસકાંઠા પંથકના શૈક્ષણિક જગતમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

App Store