VIDEO: રામનવમીએ અંબાજીમાં વર્ષો બાદ પ્રભાત ફેરીનું આયોજન, જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું યાત્રાધામ
સોર્સ : GSTV
યાત્રાધામ અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વે વર્ષો બાદ ભક્તિસભર પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે રામકૃષ્ણ મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં આદિવાસી આશ્રમ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા 'શ્રી રામ જય રામ'ના ગુંજારવ સાથે જોડાઈ હતી. અંબાજીના મુખ્ય માર્ગો અને મંદિરની પરિક્રમા કરી આ પ્રભાત ફેરી શ્રી રામ મંદિરે પહોંચી હતી, જ્યાં સમૂહ હનુમાન ચાલીસાના પાઠ સાથે તેનું સમાપન થયું હતું.

