VIDEO: બનાસકાંઠામાં આકરા તાપથી લોકો અકળાયા, બપોરે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ
સોર્સ : gstv
બનાસકાંઠા જિલ્લો હાલ અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. જ્યાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે હીટવેવનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા ઘરમાં પુરાઈ રહ્યા છે.
લૂ અને આકરા તાપથી રક્ષણ મેળવવા મુસાફરો બુકાની અને ચશ્માનો સહારો લઈ રહ્યા છે, જ્યારે બજારોમાં ઠંડા પીણાંની માંગમાં ઉછાળો આવ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.

