Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : One dead, 5 injured in triple accident on Deesa-Dhanera highway

બનાસકાંઠા : ડીસા-ધાનેરા હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત, 5 ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2025
લાઇવ ટીવીGoogle News
બનાસકાંઠા : ડીસા-ધાનેરા હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત, 5 ઘાયલ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા-ડીસા હાઈવે પર મોડી સાંજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, આ ઘટનામાં એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાઈવે પર અકસ્માતને લઈ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટના કંસારી ટોલનાકા પાસે સર્જાતા અકસ્માત સર્જનાર ટ્રકચાલક ઘટનાસ્થળે ટ્રક મૂકીને પલાયન થઈ ગયો હતો. 

App Store

બનાસકાંઠા જિલ્લાનું અને રાજસ્થાન સરહદને અડીને આવેલા કંસારી ટોલનાકા પાસે સમી સાંજના સુમારે આઈસર, રિક્ષા અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માત એટલો મોટો હતો કે જેમાં એક વ્યકિતનું ટ્રકની અંદર આવી જતા મોતને ભેટયો હતો. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એક વ્યકિતની હાલત ગંભીર હતી. અકસ્માતને લીધે ટ્રકચાલક રોડ પર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ડીસા-ધાનેરા હાઈવે પર ભરચક વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલાઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો.