VIDEO: અંબાજીમાં નવરાત્રીનો પ્રારંભ, નવચંડી યજ્ઞમાં ભક્તોની શ્રદ્ધા
સોર્સ : gstv
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વની શરૂઆત સાથે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 11 ઓક્ટોબરથી શરૂ થયેલા નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. મંદિરના ચાચર ચોકમાં આવેલી હવનશાળામાં ભક્તો દ્વારા નવચંડી યજ્ઞ કરાવવામાં આવી રહ્યા છે. હવનશાળાના બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞ કરાવી રહ્યા છે. અંબાજી મંદિરમાં હવનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

