VIDEO : ભાભરમાં માવજીભાઈ પટેલના તેજ-તર્રાર ભાષણથી ભાજપ નેતાઓના ઊડ્યાં હોશ
Vav assembly by-election 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે મૂળ ભાજપી પણ હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા માવજીભાઈ પટેલ બંને પાક્ષોના ઉમેદવારોને જોરદાર ટક્કર આપી રહ્યાં છે. ભાભરની પટેલ બોર્ડિંગમાં માવજીભાઈ પટેલની જનસભા મળી હતી, જેમાં માવજીભાઈ પટેલે આપેલા તેજ-તર્રાર ભાષણથી ભાજપ નેતાઓના હોશ ઉડી ગયા છે. માવજીભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા હતા, સાથે જ કહ્યું કે ભાજપમાં રહીને માવજીભાઈએ ઘણું આપ્યું છે અને માવજીભાઈ એ બધું હક્કથી પાછું લેશે.

