VIDEO: અંબાજી જતાં ભક્તોની ગાડીઓ પર પથ્થરમારો કરી લૂંટ ચલાવનાર પાંચ શખ્સો ઝડપાયા
સોર્સ : gstv
બનાસકાંઠાના હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણુજા અને અંબાજી તરફ જતા શ્રદ્ધાળુઓના વાહનો પર પથ્થરમારો કરી લૂંટ ચલાવનાર પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત ૩૦ ઓગસ્ટના રોજ હડાદથી અંબાજી માર્ગ પર આવેલા ગનાપીપળી ઢાળ પાસે ભક્તોની કાર પર હુમલો કરી છરી બતાવી લૂંટ ચલાવી આ ગેંગ ફરાર થઈ ગઈ હતી. ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને નાગરિકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ શંકાસ્પદ કે આપાતકાલીન સ્થિતિ જણાય તો તુરંત જ ૧૧૨ નંબર પર અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો, જેથી પદયાત્રીઓ અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

