Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Farmers worried about rain forecast

VIDEO:વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજથી 1 જૂન દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત થતાં બાજરી સહિતના ઉનાળુ પાકના ઉત્પાદકોમાં ચિંતા વધી છે. હાલ બાજરીની કાપણી અને અન્ય પાકોની લણણીની કામગીરી ચાલી રહી હોવાથી વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ કમોસમી વરસાદનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો હવે પાક બચાવવા માટે સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. બીજી તરફ ડીસા APMC દ્વારા ખેડૂતો અને વેપારીઓને માલ સલામત સ્થળે રાખવા તેમજ જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvikhedutvarsadgstv news