VIDEO: ૨૦૨૭ની ચૂંટણી પહેલાં બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો, નેતાઓ આમને-સામને
સોર્સ : gstv
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નેતા ગુલાબસિંહ રાજપૂત અને અમિત ચાવડા વચ્ચેનો જૂનો ગજગ્રાહ ફરી સપાટી પર આવ્યો છે, જેમાં પ્રદેશની મંજૂરી વગરની જિલ્લા નિમણૂકો રદ કરવામાં આવી છે. અમિત ચાવડાની જાહેરાત બાદ ગુલાબસિંહે કટાક્ષ કરતાં જણાવ્યું કે લડાઈ ભાજપ સામે હોવી જોઈએ. તેમણે કેટલાક નિર્ણયો એક-બે લોકોના પ્રભાવમાં લેવાતા હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે અને પાર્ટી સાથે ગદ્દારી કરનારાઓના નામ જાહેર કરવાની ચીમકી આપી છે. આ સમગ્ર ઘટનાક્રમને ગેનીબેન ઠાકોરને નુકસાન પહોંચાડવાનું કથિત ષડયંત્ર ગણાવાતાં રાજકારણ ગરમાયું છે.

