VIDEO: બનાસકાંઠા / આજે તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવાઈ
સોર્સ : gstv
બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે આજે તાલુકા પંચાયત કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત 25 તારીખે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સભ્યો વચ્ચેના આંતરિક વિવાદને કારણે પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી, જે દરમિયાન ચૂંટણી અધિકારી પર હુમલો થતા ભારે તંગદિલી સર્જાઈ હતી. આજે બપોરે 11 કલાકે યોજાનારી ચૂંટણીમાં અગાઉ જેવી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કચેરી પર મોટો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

