Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Banaskantha: Five people died after car fell into canal, woman's body found 24 hours later

Banaskantha: કેનાલમાં કાર ખાબકતાં પાંચ લોકોનાં મોત, 24 કલાક બાદ મહિલાનો મૃતદેહ મળ્યો

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha: કેનાલમાં કાર ખાબકતાં પાંચ લોકોનાં મોત, 24 કલાક બાદ મહિલાનો મૃતદેહ મળ્યો

Banaskantha News : ગુજરાતના બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત પાંચ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક મહિલાનો મૃતદેહ છેલ્લા 24 કલાક બાદ આજે બપોરે મળી આવતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. કેનાલમાં ડૂબી જતા પાંચ લોકોનાં મોતને પગલે આસપાસના પંથકમાં ભારે ચકચાર મચી છે.

App Store

કેનાલમાં કાર ખાબકી, 3 બાળકો સહિત પાંચ લોકોનાં મોત

બનાસકાંઠા જિલ્લામાં વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 બાળકો એક પુરુષ અને એક મહિલાનો મૃતદેહ ગત 24 કલાક બાદ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર દિયોદરના ભેંસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં કેનાલમાં ખાબકી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.