Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Arrest of Influencer on Alleged Ransom Reel Charges

VIDEO: રીલ બનાવી કથિત ખંડણી વસૂલવાના આરોપસર ઈન્ફ્લુએન્સરની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠામાં સોશિયલ મીડિયામાં રીલ બનાવી લોકો પાસેથી કથિત રીતે ખંડણી વસૂલવાના આક્ષેપમાં LCBએ સોશિયલ ઈન્ફ્લુએન્સર સંજયસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. આરોપ છે કે ડોક્ટર, નોકરીયાત અને ધંધાર્થીઓ અંગે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમને બદનામ કરવામાં આવતા હતા. ત્યારબાદ સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરી પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. પૈસા મળી ગયા બાદ પોસ્ટ અથવા રીલ ડિલીટ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદો LCBને મળી હતી. એક વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયાની કથિત ખંડણી માંગવાના રેકોર્ડિંગના આધારે LCBએ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે.

App Store