VIDEO : "દીકરીઓ બીજા સમાજમાં ત્યારે જ જાય જ્યારે આપણા છોકરાઓ સક્ષમ ન હોય", અનાર પટેલનું વિવાદાસ્પદ નિવેદન
સોર્સ : GSTV
મહિલા આગેવાન અનાર પટેલના નિવેદનની હાલ સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચામાં છે. સામાજિક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે આપણા સમાજની દીકરીઓ બીજા સમાજમાં ત્યારે જ જાય છે જ્યારે આપણા છોકરાઓમાં સક્ષમતા ન હોય. અનાર પટેલે આગળ જણાવ્યું કે જો છોકરો દારૂ પીતો હોય, રખડપટ્ટી કરતો હોય અને કામધંધો ન કરતો હોય તો દીકરી બીજા સમાજના છોકરાને પસંદ કરે તે સ્વાભાવિક છે. તેમના આ નિવેદનને લઈને સમાજમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

