VIDEO: અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં 15 લાખ શ્રદ્ધાળુઓ માટે 6 હજાર બસો દોડશે
સોર્સ : gstv
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા-2026ને લઈને ST તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધા માટે 6 હજાર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ બસો મારફતે અંદાજે 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે. ST તંત્રના આયોજન મુજબ આશરે 15 લાખ શ્રદ્ધાળુઓને પરિવહન સુવિધાનો લાભ મળશે. મેળા દરમિયાન પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના આશરે 4 હજાર કર્મચારીઓ 24 કલાક અને સાતેય દિવસ ફરજ પર રહેશે. અંબાજીથી ગબ્બર, આબુ રોડ ઉપરાંત દાંતા, ડીસા, પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદના રૂટ પર વિશેષ બસ સેવા ઉપલબ્ધ રહેશે. શ્રદ્ધાળુઓને સમયસર અને સુગમ પરિવહન મળી રહે તે માટે ST તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

