Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : A young love marriage was kidnapped and beat In Deesa

બનાસકાંઠા : ડીસામાં પ્રેમલગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યો, યુવતીના ભાઈ સહિત ચાર સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
બનાસકાંઠા : ડીસામાં પ્રેમલગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યો, યુવતીના ભાઈ સહિત ચાર સામે ફરિયાદ

ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઇવરની નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓએ ડીસા આવી યુવકને માર મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની છે. યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

App Store

આ અંગેની વિગત એવી છે કે પાટણના ટાંકવાડા ચાર રસ્તા નજીક રહેતા સાહિલશા શબ્બીરશા ફકીર દિવાન હાલમાં ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલી મંડીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેણે થોડા સમય અગાઉ પાટણના જ ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોજખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી જઈ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલા હતા. ત્યારબાદ સાહિલ ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીયો ફિરોજખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષાચાલક મુન્નાભાઈ એ આવી " તે કેમ મારી બેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે" તેમ કહી માર મારી રિક્ષામાં જબરજસ્તીથી બેસાડી લઈ ગયા હતા  અને સાહિલને પાટણ મૌલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો હતો, બાદમાં તેને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જવાયો હતો. 

જયાં મનસુરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી ગયા હતા. સાહિલ ભાનમાં આવતા તેના શેઠ અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ મામલે તેને યુવતીના ભાઈ સહિત ચારેય સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.