Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : 1004 additional buses to be run by GSRTC Palanpur Division for Ambaji Bhadarvi Poonam Mela

VIDEO: અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે GSRTC પાલનપુર વિભાગ દ્વારા ૧૦૦૪ વધારાની બસો દોડાવાશે

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજી ખાતે યોજાનારા પવિત્ર ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ના પાલનપુર વિભાગ દ્વારા દર્શનાર્થીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામય માહોલમાં દેશ-વિદેશથી આવતા લાખો માઈભક્તોની ભારે ભીડને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ માટે પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ ચાર મુખ્ય વિભાગોમાંથી કુલ ૧૦૦૪ વધારાની એસ.ટી. બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. GSRTC ની આ ખાસ બસ સેવા દ્વારા મેળાર્થે આવતા તમામ યાત્રાળુઓને સરળ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે.      

App Store